ચોકઠું પહેરતી વખતે મારે શું કાળજી લેવી જોઈએ…

શ્રેષ્ઠ પરિણામ માટે કૃપા કરીને નીચેની માર્ગદર્શિકાને અનુસરો

ચોકઠું મેળવ્યાં પછી તમારે શું અપેક્ષા રાખવી જોઈએ અને તમારે શું કાળજી લેવી જોઈએ અથવા સાવચેતી રાખવી જોઈએ તેનું માર્ગદર્શન:

તમારે શું અપેક્ષા રાખવી જોઈએ…

 • પ્રથમ વખત ચોકઠું પહેરનાર તરીકે, તમે અનુભવી શકો છો કે જ્યાં સુધી તમને તેની આદત ના પડે ત્યાં સુધી તે ઢીલું લાગે અને તમારે તેને ગાલ અને જીભના સ્નાયુઓની મદદથી સ્થાને રાખવાનું શીખવું પડે.
 • ચોકઠું ગમે તેવું પાતળું હોય તો પણ ભારે લાગે છે.
 • જો તમે એક બાજુથી ચાવશો, તો ખોરાકના કણો અને પ્રવાહી તેની નીચેથી પસાર થશે.
 • તમારા મોં નું હાડકું કે જે ચોકઠાને ટેકો આપે છે તેમાં બળતરા અથવા દુઃખાવો અનુભવી શકાય.
 • થોડા અઠવાડિયા પછી, ચોકઠું પહેરવાની આદત પડી જતા આ સમસ્યાઓ ઓછી થવી જોઈએ. જો તમે તમારા મો ના કોઈપણ વિસ્તારમાં અતિશય દુ:ખાવો અથવા બળતરા અનુભવતા હોય, તો કૃપા કરીને અમારો સંપર્ક કરો.
 • તમારો લાળ પ્રવાહ અસ્થાયીરૂપે વધી શકે છે.
 • પ્રથમ થોડા દિવસો માટે ચોકઠું પહેરવાનું અને કાઢવાનું મુશ્કેલ લાગી શકે તમારે ચોકઠું પહેરતી અને કાઢતી વખતે અરીસામાં જોઈ તાલીમ લેવી પડે. ચોકઠું ફાવતાં થોડા દિવસોનો સમય લાગી શકે.
 • ચોકઠું આપ્યા પછીના પ્રથમ ચેકઅપ માટેની એપોઇન્ટમેન્ટ પહેલા ૪૮ કલાક સુધીમાં રાખવામાં આવે છે.જેમાં જરૂરી જણાય તો ચોકઠામાં સામાન્ય ફેરફાર કરી શકાય છે.
 • ત્યારબાદનું ચેકઅપ એક અઠવાડિયા પછી રાખવામાં આવે છે જેથી જો મોઢાની ચામડી કે પેઢામાં કોઈ પ્રતિક્રિયા થતી હોય તો તેના આધારે ચોકઠામાં જરૂરી ફેરફાર કરી શકાય છે.
 • એક અઠવાડિયા પછીના ચેકઅપ દરમિયાન, જો તમે ચોકઠું પહેરવામાં આરામદાયક છો અને બધુ ઠીક છે, તો પછીના રેગ્યુલર ચેકઅપ  એક મહિના પછી અને ત્યારબાદ દર 6 મહિના પછી માટે સુનિશ્ચિત કરવામાં આવે છે. 
 • ચોકઠાં દ્વારા તમારા મોં અથવા જડબાના પરિમાણોને પુન:ર્સ્થાપિત કરીને જડબાના સાંધા ( ટેમ્પોરોમેન્ડિબ્યુલર જોઇન્ટ) ને સ્થિર કરવામાં મદદ કરે છે અને તેથી તમે જડબાના સાંધા (ટેમ્પોરોમન્ડિબ્યુલર જોઇન્ટ) માં થતી કોઈપણ પીડાથી રાહત અનુભવી શકો છો.

ચહેરા અને દાંતનો દેખાવ…

 • ચોકઠું તમારા હોઠ અને ગાલ ને ટેકો આપીને તમારા ચહેરાના દેખાવમાં સુધારો કરી શકે છે.
 • જ્યારે તમે પહેલીવાર ચોકઠું મેળવો છો, ત્યારે તમારા ચહેરાના હાવભાવ જુદા જુદા લાગે છે પરંતુ એકવાર તમને ચોકઠું પહેરવાની આદત પડી જાય પછી કુદરતી અભિવ્યક્તિઓ પાછી આવશે.

બોલવું / ભાષણ કરવું…

 • કેટલીકવાર ચોકઠું પહેરીને તમને અમુક શબ્દો ઉચ્ચારવાની રીતમાં ફરક પડી શકે છે. વાણીની કોઈપણ મુશ્કેલીઓને દૂર કરવામાં મદદ કરવા માટે, અમે તમને મોટેથી પુસ્તકો અને અખબાર વાંચવાની પ્રેક્ટિસ કરવાની સલાહ આપીએ છીએ.
 • શરૂઆતમાં તમે હસતા, ખાંસી અથવા સ્મિત કરતા હો ત્યારે તમને તમારું ચોકઠું ઢીલું લાગશે. ચોકઠાને યોગ્ય સ્થિતિમાં લાવવા માટે તમારા દાંતને ધીમેથી બંધ કરો અને થૂંક ગળી લો.

ચોકઠા સાથે ખાવવું…

 • શરૂઆતમાં તમને તમારા નવા ચોકઠાથી ચાવવું મુશ્કેલ થઈ શકે છે.
 • એકવાર જ્યારે તમે તમારા ચોકઠાને બરાબર બોલવા માટે ઉપયોગમાં લો અને કોઈ પણ અગવડતા વિના આખો દિવસ તેને પહેરો પછી થોડા દિવસો પછી તમે તમારા ચોકઠાથી ખાવાનો પ્રયત્ન કરી શકો છો. નરમ ખોરાકથી શરૂઆત કરવી શ્રેષ્ઠ છે કે જેને ખૂબ ચાવવાની જરૂર નથી.
 • તમારે એક સાથે બંને બાજુથી ચાવવાનું શીખવું પડશે. જો તમે એક બાજુથી ચાવશો, તો ખોરાકના કણો અને પ્રવાહી તેની નીચેથી પસાર થશે.તેને સી-શો-ઇફેક્ટ તરીકે ઓળખવામાં આવે છે.
 • એકવાર તમે કોઈ પણ દુ:ખાવા વગર નરમ ખોરાક ચાવવામાં આરામદાયક છો, પછી તમે ધીમે ધીમે નિયમિત ખોરાક ચાવવાનું શરૂ કરી શકો છો. તમે તમારા ખોરાકને નાના ટુકડાઓમાં કાપવા સાથે શરૂ કરી શકો છો અને પાછળના દાંતથી ધીમેથી ચાવશો.
 • જ્યાં સુધી તમને ચોકઠું પહેરવાનો વધુ અનુભવ ન થાય ત્યાં સુધી ચોંટી શકે તેવો (સ્ટીકી) અથવા ખૂબ સખત ખોરાક લેવાનું ટાળો.

તમારે શું કાળજી લેવી જોઈએ અથવા સાવચેતી રાખવી જોઈએ…

 • તમારા ચોકઠાને ગરમ પાણીમાં ન મૂકો.
 • ચોકઠાને કન્ટેનરમાંથી બહાર ન મુકો, જો તે સુકાઈ જાય છે, તો તેઓ આકાર અથવા રંગ બદલી શકે છે.
 • ઓછામાં ઓછા ત્રણ અઠવાડિયા સુધી તમે ચોકઠાથી ચાવવાનું શરૂ કરશો નહીંપ્રથમ ત્રણ અઠવાડિયા મો માં ચોકઠું રાખવા માટે પ્રેક્ટિસ કરવા માટે છે અને મો તેની સાથે ટેવાય છે. આ પ્રથમ ત્રણ અઠવાડિયા દરમિયાન તમારે કંઈપણ ખાતા સમયે તમારા ચોકઠા કાઢી નાખવા પડશે.
 • એકવાર તમે બે અઠવાડિયા પછી ચોકઠાથી ચાવવાનું શરૂ કરો, ત્યારે તમારે એક સાથે બંને બાજુથી ચાવવાનું શીખવું પડશે.
 • દરેક ભોજન પછી તમારા મોં ને પાણીથી સારી રીતે સાફ રાખવું.
 • જાતે ચોકઠાને રિપેર કરવાનો પ્રયત્ન કરશો નહીં. તમે તેને ઉલટાવી ન શકાય તેવું નુકસાન પહોંચાડી શકો છો.
 • જો તમારું ચોકઠું તૂટી જાય, તિરાડો પડે અથવા જો ચોકઠાનો દાંત નીકળી જાય, તો કૃપા કરીને અમારો સંપર્ક કરો અને અમે નક્કી કરીશું કે તમારા ચોકઠાને રિપેર કરી શકાશે કે નહીં.
 • જો તમને કોઈ સમસ્યા હોય તો રેગ્યુલર ચેકઅપ વખતે જણાવો.

ચોકઠા માટે કાળજી…

 • દરરોજ તમારા ચોકઠામાંથી તેમાં ફસાયેલો ખોરાક સાફ કરો.
 • તમારા ચોકઠાને સાફ કરતાં પહેલાં, કોઈપણ છૂટક આહારના કણોને દૂર કરવા માટે સારી રીતે કોગળા કરો.
 • ચોકઠાને સાફ કરવા ડેન્ચર ક્લીનરનો ઉપયોગ કરો અને ચોકઠાની બધી સપાટીને બ્રશથી સારી રીતે સાફ કરો પરંતુ ચોકઠાની કોઈપણ સપાટી ખરબચડીના થાય તેની કાળજી લેવી જોઈએ.
 • ચોકઠાને કાળજીપૂર્વક સંભાળવું જોઈએ. 
 • સફાઈ કરતી વખતે, તેને ટુવાલ અથવા અડધા પાણીથી ભરેલા સિંક પર રાખો.
 • હંમેશાં તમારા ચોકઠાને બાળકોની પહોંચથી દૂર રાખો.
 • નિયમિત નરમ રેસાયુક્ત બ્રશનો ઉપયોગ કરો, જે ખાસ કરીને ચોકઠાને સાફ કરવા માટે રચાયેલ છે અને સખત અથવા સખત રેસાયુક્ત બ્રશનો ઉપયોગ ન કરો કારણ કે તે પ્લાસ્ટિક ડેન્ચર મટીરીઅલને નુકસાન પહોંચાડે છે.
 • જ્યારે તમે રાત્રે તમારા ચોકઠાને મોં માંથી બહાર કાઢો, ત્યારે તેને ડેન્ચર ક્લીનર સોલ્યુશન અથવા પાણીની વાટકીમાં મૂકો.

તમારા ચોકઠું ક્યારે પહેરવું?

 • દરરોજ આખા દિવસ દરમિયાન ચોકઠું પહેરવું જોઈએ.
 • રાત્રે સુતા પહેલા તમારા ચોકઠાને બહાર કાઢો અને જ્યારે તમે જાગો ત્યારે તેને ફરીથી મોં માં મૂકો. જે તમારા મૌખિક સ્નાયુઓને આરામ કરવાની તક આપે છે અને મૌખિક આરોગ્ય જાળવવામાં મદદ કરે છે.
 • ચોકઠું દરરોજ પહેરવું  જ જોઈએ. જો થોડા દિવસો માટે ચોકઠું ન પહેરવામાં આવે તો તમારા ચોકઠાના ફિટીંગમાં પરિવર્તન થઈ શકે છે અને તે બરાબર ફિટ રહી શકે નહીં.

ચોકઠું પહેરનાર માટે મૌખિક સ્વચ્છતાની જાળવણી..

 • મોં માં તમારું ચોકઠું નાખતા પહેલા મોં માંથી ખોરાક દૂર કરવા અને લોહીના પરિભ્રમણને ઉત્તેજીત કરવા માટે દર વખતે તમારા પેઢાં, જીભ અને તાળવું નરમ રેસાયુક્ત બ્રશથી સાફ કરો.
 • સંપૂર્ણ ડેન્ટલ ચેકઅપ માટે દર 6 મહિનામાં અમારા ડેન્ટલ સેન્ટરની મુલાકાત લો.  તમારું ચોકઠું તપાસવા ઉપરાંત, અમે તમારા પેઢાં, હાડકા, જીભ, ગાલ, જડબાના સાંધા અને કેન્સરના કોઈપણ સંકેતોને પણ તપાસીશું.

ચોકઠું પહેરવામાં સફળતા તમારા હકારાત્મક વલણ અને નિયમિત સંભાળ પર આધારિત છે.

પરફેક્ટ ડેન્ટલ® જામનગરનું શ્રેષ્ઠ ડેન્ટલ ક્લિનિક છે અને અમારી નિષ્ણાંત ડોકટરોની ટીમમાં જામનગરના ખૂબ કુશળ અને અનુભવી શ્રેષ્ઠ દંત ચિકિત્સકો છે. અમારો સૌથી વધુ સફળતા દર 97% છે.

Scroll to Top