દાંત સફેદ કરાવ્યા પછી મારે શું કાળજી લેવી જોઈએ…

શ્રેષ્ઠ પરિણામ માટે કૃપા કરીને નીચેની માર્ગદર્શિકાને અનુસરો

દાંત સફેદ અથવા બ્લીચ કરાવ્યા પછી તમારે શું અપેક્ષા રાખવી જોઈએ અને તમારે શું કાળજી લેવી જોઈએ અથવા સાવચેતી રાખવી જોઈએ તેનું માર્ગદર્શન:

તમારે શું અપેક્ષા રાખવી જોઈએ…

 • દાંત સફેદ થવાની પ્રક્રિયા અથવા બ્લીચ કરાવ્યાં પછી આશરે 3 દિવસ સુધી ખાવા પીવાની ગરમ અને ઠંડી ચીજવસ્તુઓ પ્રત્યે હળવી સંવેદનશીલતાનો અનુભવ કરવો સામાન્ય છે. જો ખાવા પીવાની ગરમ અને ઠંડી ચીજવસ્તુઓ પ્રત્યે સંવેદનશીલતા 3 દિવસથી વધુ સમય સુધી ચાલુ રહે છે, તો કૃપા કરીને અમારો સંપર્ક કરો.
 • પહેલાના ફીલિંગ્સ અને ક્રાઉનસમાં બ્લિચિંગની કોઈ અસર થતી નથી, જેથી તમને તમારા અગાઉના ફીલિંગ્સ ,ક્રાઉન્સ અને નેચરલ દાંત વચ્ચે કલરમાં ફેરફાર દેખાશે .જો એ ફીલિંગ્સ અને ક્રાઉન્સ તમારા આગળના દાંતમાં હોય તો તમારા સારા દેખાવ માટે તેમાં ફેરફાર કરવા જરૂરી છે.
 • પેઢાં અથવા મોઢામાં દાંત સિવાયની અન્ય કોઈ જગ્યા પર બળતરા થવી દુર્લભ છે. પરંતુ જો બળતરા થતી હોય તો હોમ બ્લીચિંગ એજન્ટનો ઉપયોગ કરવાનો બંધ કરવો અને બ્લીચિંગ એજન્ટ તમારા મોઢામાં ના રહે તેમ પાણીથી સારી રીતે મોં સાફ કરવું અને તરત જ અમારો સંપર્ક કરો.
 • જો ઓફિસ બ્લીચ (ડોકટરો દ્વારા અમારા ડેન્ટલ સેન્ટર પર બ્લીચિંગ) નો ઉપયોગ કરીને દાંત સફેદ કરવામાં આવે છે અને તમારા પેઢાં અથવા મોઢામાં દાંત સિવાયની અન્ય કોઈ જગ્યા પર બળતરા થતી હોય તો બ્લીચિંગ એજન્ટ તમારા મોઢામાં ના રહે તેમ પાણીથી સારી રીતે મોં સાફ કરવું અને તરત જ અમારો સંપર્ક કરો.
 • જો ઓફિસ બ્લીચ (ડોકટરો દ્વારા અમારા ડેન્ટલ સેન્ટર પર બ્લીચિંગ) નો ઉપયોગ કરીને દાંત સફેદ કરવામાં આવે છે અને જો તમને મોઢામાં અથવા શરીરમાં ચાંદા અથવા ફોલ્લીઓ થાય છે, તો કૃપા કરીને વધુ સહાય મેળવવા માટે તરત જ અમારો સંપર્ક કરો.
 • દાંતને સફેદ કરવાની પ્રક્રિયાના પરિણામો દર્દીથી દર્દી બદલાય છે અને જે તમારા દાંતના મૂળ સેઈડ અને તમારા ખોરાક અને મૌખિક સ્વચ્છતાની ટેવ પર આધારીત છે.

તમારે શું કાળજી લેવી જોઈએ અથવા સાવચેતી રાખવી જોઈએ…

 • ઓછામાં ઓછા 3 દિવસ માટે ખૂબ જ ગરમ ચા અથવા કોફી અને આઈસ્ક્રીમ જેવા ગરમ અને ઠંડા ખોરાકને ટાળો.
 • પ્રક્રિયા કરવામાં આવી તે જ દિવસથી દરરોજ બે વાર બ્રશ અને ફ્લોસિંગ ચાલુ રાખો. સારી મૌખિક સ્વચ્છતા એ સારવારની સફળતાની ચાવી છે.
 • દાંત સફેદ થવાની પ્રક્રિયા કરાવ્યાં પછીના 48 કલાક દાંત સ્ટેઈનિંગ માટે વધુ સંવેદનશીલ હોય છે, તેથી ખોરાક અને પીણા જેવા કે વિવિધ ચટણીઓ, ચા, કોફી, કોલા, તમાકુના ઉત્પાદનો અને ધૂમ્રપાન અને કૃત્રિમ રંગ ધરાવતા કોઈપણ ખાદ્ય અને પીણાને ટાળો.
 • દરેક ભોજન પછી તમારા મોં ને પાણીથી સારી રીતે સાફ કરવું.
 • જો તમને હોમ બ્લીચિંગ એજન્ટ આપવામાં આવેલ હોય જેમાં બ્લીચિંગ માટેની ખાસ ટ્રે આપવામાં આવે છે, તો બ્લીચિંગ એજન્ટનો ઉપયોગ કરતી વખતે તેને ગળી ન જવાય તેની કાળજી લેવી જોઈએ.
 • જો તમને ઔષધીય ટૂથપેસ્ટ અથવા માઉથવોશ સૂચવવામાં આવ્યું હોય, તો તેને પ્રિસ્ક્રિપ્શન પ્રમાણે નિયમિતપણે વાપરો અને તમારા ડેન્ટિસ્ટની સલાહ લેતા સમયપત્રક અથવા સમયગાળાને બદલો નહીં.
 • જો તમને ડિસેન્સિટાઇઝિંગ એજન્ટનો ઉપયોગ કરવાનું સૂચવવામાં આવ્યું હોય,તો તેનો ઉપયોગ કરવાની સાચી રીત આ મુજબ છે : – આંગળીની મદદથી તમારા દાંત પર ડિસેન્સિટાઇઝિંગને એવી રીતે લગાવો કે તે બધા દાંતની આખી સપાટીને આવરે અને તેને 10 મિનિટ સુધી છોડી દો . 10 મિનિટ પછી તમે મો ને પાણીથી સારી રીતે ધોઈ નાખો અને 30 મિનિટ સુધી કંઈપણ ખાવું નહિ.
 • વધુ લાંબા સમય સુધી સારા પરિણામ માટે ખોરાક અને પીણા જેવા કે વિવિધ ચટણીઓ, ચા, કોફી, કોલા, તમાકુના ઉત્પાદનો અને ધૂમ્રપાન અને કૃત્રિમ રંગ ધરાવતા કોઈપણ ખાદ્ય અને પીણાને ટાળો અને દરરોજ બે વાર બ્રશ કરીને ફ્લોસ કરવાનું ચાલુ રાખો અને દરેક ભોજન પછી તમારા મો ને પાણીથી ધોઈ નાખો.

 

પરફેક્ટ ડેન્ટલ® જામનગરનું શ્રેષ્ઠ ડેન્ટલ ક્લિનિક છે અને અમારી નિષ્ણાંત ડોકટરોની ટીમમાં જામનગરના ખૂબ કુશળ અને અનુભવી શ્રેષ્ઠ દંત ચિકિત્સકો છે. અમારો સૌથી વધુ સફળતા દર 97% છે.

Scroll to Top