બ્રેકેટ્સ સાથે ઓર્થોડોન્ટિક સારવાર કરતી વખતે તમારે શું અપેક્ષા રાખવી જોઈએ અને તમારે શું કાળજી લેવી જોઈએ અથવા સાવચેતી રાખવી જોઈએ તેનું માર્ગદર્શન:
તમારે શું અપેક્ષા રાખવી જોઈએ…
- કેટલાક કિસ્સાઓમાં બ્રેકેટ્સ મૂક્યા પછી પેઢાં અથવા મોઢામાં દાંત સિવાયની અન્ય કોઈ જગ્યા પર, ખાસ કરીને હોઠ અને ગાલમાં ચાંદા પડી શકે છે અથવા દુ:ખાવો થઈ શકે છે. જો એવું લાગે તો કૃપા કરીને તરત જ અમારો સંપર્ક કરો જેથી અમે ચાંદા અને દુ:ખાવાને કારણે થતી પીડાથી રાહત મેળવવા માટે કેટલીક દવાઓ લખી શકીએ અને તેને રોકવા માટેની રીતો પણ આપી શકીએ.
- ઓર્થોડોન્ટિક બ્રેકેટ્સમાં પ્રથમ વખત વાયર મૂક્યા પછી લગભગ 3 દિવસ સુધી હળવી પીડા અનુભવવાનું સામાન્ય છે. જો પીડા 3 દિવસથી વધુ સમય સુધી ચાલુ રહે, તો કૃપા કરીને અમારો સંપર્ક કરો.
- નવા વાયરને બદલાવ્યા પછી લગભગ 3 દિવસ સુધી હળવી પીડા અથવા અગવડતા અનુભવવાનું સામાન્ય છે. જો પીડા 3 દિવસથી વધુ સમય સુધી ચાલુ રહે છે, તો કૃપા કરીને અમારો સંપર્ક કરો.
- ઓર્થોડોન્ટિક સારવારમાં, દરેક કેસ એક અલગ કેસ હોય છે અને દાંતની ગોઠવણ અને / અથવા જડબાની વૃદ્ધિમાં જરૂરી ફેરફાર દર્દીથી દર્દીમાં બદલાય છે તેથી સારવારની અવધિ તમારા કેસના આધારે વ્યાપકપણે બદલાઈ શકે છે, સરેરાશ સક્રિય ઓર્થોડોન્ટિક સારવાર લગભગ5 થી 2 વર્ષ સુધી ચાલે છે અને ત્યારબાદ 6 મહિનાથી 1 વર્ષ રિટેન્ટિવ તબક્કાના.
- તમને રબર બેન્ડ અથવા ઓર્થોડોન્ટિક ઇલાસ્ટિક્સ મળી શકે છે જે તમારે પોતાને બદલવા પડશે. ઓર્થોડોન્ટિક ઇલાસ્ટિક્સને જાતે કેવી રીતે બદલવા તેના પર અમારા દંત કેન્દ્ર પર તમારું નિદર્શન કરવામાં આવશે.
- સક્રિય ઓર્થોડોન્ટિક તબક્કા પછી લગભગ દરેક દર્દી માટે રીટેન્ટીવ તબક્કો હોય છે. આ રીટેન્ટીવ તબક્કા દરમિયાન તમને એક કાઢી અને પહેરી શકાય તેવું અપ્લાયન્સ આપવામાં આવશે, જેને તમારે દાંતને સારવાર પુરી થયા પછી તે જ સ્થિતિમાં જાળવી રાખવા માટે નિર્ધારિત સમયગાળા માટે પહેરવા નું હોય છે.
- જો તમે નિર્ધારિત સમયગાળા માટે રિટેન્ટિવ અપ્લાયન્સ ન પહેરતા હોવ તો દાંત ફરીથી તેના મૂળ સ્થાને જઈ શકે છે.
- રિટેન્ટિવ તબક્કા દરમિયાન ખોરાક પર કોઈ પ્રતિબંધ નહીં હોઈ તમે તમારા ભોજનનો આનંદ માણી શકો છો.
તમારે શું કાળજી લેવી જોઈએ અથવા સાવચેતી રાખવી જોઈએ…
- પ્રક્રિયા કરવામાં આવી તે જ દિવસથી દરરોજ બે વાર બ્રશ કરવાનું ચાલુ રાખો. સારી મૌખિક સ્વચ્છતા એ સારવારની સફળતાની ચાવી છે.
- બ્રશ કરવા માટે તમારે ખાસ ઓર્થોડોન્ટિક બ્રશની જરૂર પડી શકે છે અને ઓર્થોડોન્ટિક બ્રશ પહોંચી ન શકે તેવા વિસ્તારોને અસરકારક રીતે બ્રશ કરવા માટે ઇન્ટરડેન્ટલ બ્રશની જરૂર પડી શકે છે.
- દરેક ભોજન પછી તમારા મોંને પાણીથી સારી રીતે સાફ કરવું.
- બ્રેસિસને નુકસાન અને અવ્યવસ્થાને રોકવા માટે દર્દીને આહાર પ્રતિબંધ માટે વિશેષ માર્ગદર્શિકાનું પાલન કરવું પડશે.
- મોટાભાગના આહાર પ્રતિબંધોમાં એવા ખોરાકને ટાળવાનો સમાવેશ થાય છે જે ખૂબ જ સખત અથવા ચોંટી શકે તેવા (જેવા કે પીઝા, કેન્ડી વગેરે) હોય છે.
- જો કોઈ બ્રેકેટ નીકળી જાય, તો કૃપા કરીને તેને તમારી પાસે રાખો અને એપોઇન્ટમેન્ટ મેળવવા માટે અમારો સંપર્ક કરો, જેથી તે તમારા દાંત પર ફરીથી ગોઠવાશે.
- તમારી એપોઇન્ટમેન્ટ્સને નિયમિત રાખો અને તમારા ઓર્થોડોન્ટિસ્ટ દ્વારા આપેલ શેડ્યૂલને અનુસરો, ઘણી બધી એપોઇન્ટમેન્ટ ચૂંકવી એ તમારા સારવારના કુલ સમયગાળાને અસર કરી શકે છે અને તમારી ઓર્થોડોન્ટિક સારવાર શરૂઆતમાં ચર્ચા કર્યા કરતા વધારે સમય સુધી ચાલે છે.
- જો તમને કોઈ દવા સૂચવવામાં આવી છે, તો પ્રિસ્ક્રિપ્શન પ્રમાણે નિયમિતપણે લો અને તમારા ડેન્ટિસ્ટની સલાહ લીધા વગર દવાના સમયપત્રક અથવા સમયગાળાને બદલો નહીં.
પરફેક્ટ ડેન્ટલ® જામનગરનું શ્રેષ્ઠ ડેન્ટલ ક્લિનિક છે અને અમારી નિષ્ણાંત ડોકટરોની ટીમમાં જામનગરના ખૂબ કુશળ અને અનુભવી શ્રેષ્ઠ દંત ચિકિત્સકો છે. અમારો સૌથી વધુ સફળતા દર 97% છે.