અમે સમાજની મદદ કરવા ઇચ્છીએ છીએ અને જે દર્દીઓ વાસ્તવિક રીતે જરૂરિયાતમંદ હોય, તેમની મદદ કરવા માટે અમે હંમેશાં તૈયાર છીએ

પરફેક્ટ ડેન્ટલ ઉદારતા દર્શાવી આપણા સમાજની હ્રદયપૂર્વક મદદ કરવા માંગે છે. તેથી અમે ઇચ્છીએ છીએ કે, જો કોઈપણ દર્દી ખરેખર સારવાર કરાવી શકે તેવી આર્થિક પરિસ્થિતિમાં ન હોય તો તે સારવાર કરાવ્યાં વિના રહી ના જાય

અમે માનીએ છીએ કે આર્થિક પરિસ્થિતિથી લાચાર લોકોની મદદ કરવી તે આપણી સામાજિક જવાબદારી છે. દંત ચિકિત્સાની જરૂરિયાતવાળા નબળી  સામાજિક-આર્થિક પરિસ્થિતિ ધરાવતા વ્યક્તિઓને મદદરૂપ થવા અમે સહાયક બનીશું. 14 વર્ષથી વધુની અમારી પ્રેકટિસમાં અમે એવા દર્દીઓ જોયા છે કે જેઓ મોઢાંની ગંભીર સમસ્યાઓમાંથી પસાર થઈ રહ્યા છે અને તેમને દાંતની સારવારની ખૂબ જ જરૂરિયાત છે પરંતુ તેઓ તેમની આર્થિક સ્થિતિને કારણે યોગ્ય સારવાર મેળવવામાં અસમર્થ છે.
અમે આર્થિક પરિસ્થિતિથી લાચાર લોકો કે જેમાં નાના બાળકોથી લઈને વૃદ્ધાવસ્થા સુધીના તમામ વય જૂથોનો સમાવેશ થાય છે એવા લાચાર વ્યક્તિઓને આંતરરાષ્ટ્રીય ધોરણોની વર્લ્ડ ક્લાસ ટ્રીટમેન્ટ પૂરી પાડવા નિશ્ચયી છીએ અને તેથી અમે તેમને ડિસ્કાઉન્ટ આપીએ છીએ અને જો અમને લાગે કે દર્દીને “વાસ્તવિક”જરૂરિયાત છે તો એવા કેટલાક કિસ્સાઓમાં મૂળભૂત સારવાર સંપૂર્ણપણે મફત થઈ શકે છે.
તે જ સાથે અમે એ પણ સુનિશ્ચિત કરવા માગીએ છીએ કે અમારી સહાય યોગ્ય લોકો સુધી પહોંચે છે અને તેથી દર્દી પણ તે સાબિત કરવા માટે સક્ષમ હોવું જોઈએ કે તે લાયક થવા માટે આર્થિક રીતે નબળી પરિસ્થિતિમાં છે. આ ઉપરાંત અમારા ડોક્ટરો અથવા સ્ટાફને એવું અનુભવાય કે દર્દીને વાસ્તવિક રીતે સહાયની જરૂર છે તો અમે તેને સસ્તા ખર્ચ અથવા રાહતદર પર સારવાર કરી આપીશું.
અમારી સારવારની કિંમતો ફિક્સ અને યોગ્ય છે. અમારા ડોક્ટરો દ્વારા દર્દીને જરૂરી સારવાર સોફ્ટવેરમાં મુકવામાં આવે છે અને સારવારની કિંમત સોફ્ટવેર દ્વારા જ નક્કી કરવામાં આવે છે.
અમે આ જ સોફ્ટવેરમાં ડિસ્કાઉન્ટ% મુકીએ છીએ અને સોફ્ટવેર ડિસ્કાઉન્ટ કર્યા પછીના અસરકારક સારવાર ખર્ચની ગણતરી કરે છે.
સારવારનો ખર્ચ નક્કી કરવાની આ પ્રક્રિયામાં કોઈ માનવ દખલ નથી અને સ્વાભાવિક છે કે સોફ્ટવેર સારવારનો ખર્ચ કહેતા પહેલા દર્દીઓના વર્ગમાં અથવા તેમની આર્થિક સ્થિતિમાં ભેદભાવ રાખતો નથી.

સમાજની સહાયના ભાગ રૂપે અમે અમારા પરવડે તેવા સારવાર ખર્ચને જરૂરિયાતમંદ દર્દીઓ માટે “વધુ અસરકારક” બનાવવા માંગીએ છીએ અને સારવારના ખર્ચમાં છૂટ મેળવવા માટેના કેટલાક માપદંડો નીચે મુજબ છે:

  1. બીપીએલ કાર્ડ ધારકોને 20% છૂટ મળશે.
  2. નબળી આર્થિક પરીસ્થિતિ ધરાવતા વરિષ્ઠ (60 વર્ષથી ઉપરની વયના વૃદ્ધ) નાગરિકોને 25% છૂટ મળશે.
  3. બીપીએલ કાર્ડ ધારકો કે જે 55 વર્ષથી ઉપરની વયના હોય તેને 25% છૂટ મળશે.
  4. બીપીએલ કાર્ડ ધારકનાં 12 વર્ષ અથવા 12 વર્ષથી નીચેની વયના બાળકોને 25% છૂટ મળશે.
  5. ડેન્ટલ સમસ્યાઓનું પૂર્વ એનેસ્થેટિક ચેકઅપ નિ: શુલ્ક છે અને જો કોઈપણ સારવારની જરૂર હોય તો સર્જનની સારવારના પત્ર પર 20% છૂટ મળશે.
  6. અમારા જૂના દર્દીઓ નબળી આર્થિક સ્થિતિવાળા કોઈ દર્દીને ફ્રી ચેકઅપ માટે અને સારવાર પર 25% ડિસ્કાઉન્ટ મેળવવા માટે ભલામણ કરી શકે છે(મહિનામાં 1 દર્દી કરતા વધુ નહીં).
  7. સગર્ભા સ્ત્રીઓ વિના મૂલ્યે ચેકઅપ મેળવે છે અને તેને કોઈપણ સારવાર માટે 20% છૂટ મળશે. ( અમારા બ્લોગમાં સગર્ભા સ્ત્રીઓ માટે મૌખિક સ્વચ્છતા અને રોગ મુક્ત મોંના મહત્વ વિશે વધુ વાંચો.)
  8. કોઈ પણ પ્રકારની વિકલાંગતાવાળા દર્દીઓ કે જે તેને / તેણીને કાર્યક્ષમ કાર્ય કરવાથી અટકાવે છે તેને 30% છૂટ મળશે.
  9. કોઈપણ પ્રકારની ગંભીર બીમારી અથવા ગંભીર રોગની સ્થિતિ ધરાવતા દર્દીઓને 40% છૂટ મળશે.